જિલ્લા ન્યાયાલયો વિશે
જૂનાગઢ જીલ્લો વર્ષ ૧૯૮૨ માં ઉના ખાતે દેશની પ્રથમ લોક અદાલતનું આયોજન કરવા માટે જાણીતો છે. જેણે કાનૂની સહાય પ્રવૃત્તિઓનો પાયો નાખ્યો હતો અને સમાધાન દ્વારા કેસોનો નિકાલ કર્યો હતો. આ લોક અદાલત દ્વારા ચાલુ કરવામાં આવેલ સમાધાન દ્વારા કેસોનો નિકાલ કરવાની ની પહેલને કારણે ખાસ કરીને ગુજરાત રાજ્યમા કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. હાલમાં, જૂનાગઢ જિલ્લામાં ૫ એપેલેટ અદાલતો અને ૧૯ તાબાની અદાલતો કાર્યરત છે અને જૂનાગઢ જિલ્લામાં તેમજ ૮ તાલુકા સ્થળોએ ન્યાય અધિકારીઓની અધ્યક્ષતા છે. જુનાગઢ ખાતે જિલ્લા અદાલત ની બે માળની ઈમારત ૧૦૦ વર્ષથી વધુ જુની છે, જે ઐતિહાસિક અને પુરાતત્વીય મૂલ્ય ધરાવે છે. તેમજ તે ઈમારત વિશાળ લોબી સાથે ૧૪ અદાલતો ધરાવે છે. મુખ્ય ઈમારત ની સામે ખુલ્લા મેદાનમાં સુંદર અને કલાત્મક કુવારો છે જે ઈમારતની ભવ્યતામાં વધારો કરે છે. જૂનાગઢ જિલ્લાની અલગ ન્યાયિક જિલ્લા તરીકે રચના થયા બાદ શ્રી કે.એમ ભટ્ટે પ્રથમ જિલ્લા અને સત્ર ન્યાયાધીશ તરીકે પ્રમુખ પદ સંભાળ્યું હતું. જેમણે ૧૮.૦૭.૧૯૫૯ થી ૦૮.૦૫.૧૯૬૦ સુધી હોદ્દો સંભાળ્યો હતો અને ત્યાર પછી સંખ્યાબંધ ન્યાયિક અધિકારીઓએ જિલ્લા ન્યાયાધીશ તરીકે સેવા આપી છે.
વધુ વાંચોકોઈ પોસ્ટ મળી નથી
કોઈ પોસ્ટ મળી નથી