બંધ
    • જિલ્લા ન્યાયાલય જુનાગઢ -   ન્યાયાલય  ઇમારત

    તાજા સમાચાર

    જિલ્લા ન્યાયાલયો વિશે

    જૂનાગઢ જીલ્લો વર્ષ ૧૯૮૨ માં ઉના ખાતે દેશની પ્રથમ લોક અદાલતનું આયોજન કરવા માટે જાણીતો છે. જેણે કાનૂની સહાય પ્રવૃત્તિઓનો પાયો નાખ્યો હતો અને સમાધાન દ્વારા કેસોનો નિકાલ કર્યો હતો. આ લોક અદાલત દ્વારા ચાલુ કરવામાં આવેલ સમાધાન દ્વારા કેસોનો નિકાલ કરવાની ની પહેલને કારણે ખાસ કરીને ગુજરાત રાજ્યમા કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. હાલમાં જૂનાગઢ જિલ્લામાં 8 અપીલેટ કોર્ટો અને 18 તાબાની અદાલતો કાર્યરત છે, જેનું સંચાલન જૂનાગઢ જિલ્લા તેમજ 08 તાલુકા મથકો ખાતે ફરજ બજાવતા ન્યાયિક અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. માંગરોળ ખાતે દર મહીનાની 1લી તારીખથી 29મી તારીખ સુધી 1 કેમ્પ કોર્ટ કાર્યરત રહે છે.આ ઉપરાંત, જૂનાગઢ ખાતે 1 ફેમિલી કોર્ટ તથા વિસાવદર, કેશોદ અને વંથલી ખાતે 3 ક્લસ્ટર ફેમિલી કોર્ટો કાર્યરત છે. જુનાગઢ ખાતે જિલ્લા અદાલત ની બે માળની ઈમારત ૧૦૦ વર્ષથી વધુ જુની છે, જે ઐતિહાસિક અને પુરાતત્વીય મૂલ્ય ધરાવે છે. તેમજ તે ઈમારત વિશાળ લોબી સાથે ૧૪ અદાલતો ધરાવે છે. મુખ્ય ઈમારત ની સામે ખુલ્લા મેદાનમાં સુંદર અને કલાત્મક કુવારો છે જે ઈમારતની ભવ્યતામાં વધારો કરે છે. જૂનાગઢ જિલ્લાની અલગ ન્યાયિક જિલ્લા તરીકે રચના થયા બાદ શ્રી કે.એમ ભટ્ટે પ્રથમ જિલ્લા અને સત્ર ન્યાયાધીશ તરીકે પ્રમુખ પદ સંભાળ્યું હતું. જેમણે ૧૮.૦૭.૧૯૫૯ થી ૦૮.૦૫.૧૯૬૦ સુધી હોદ્દો સંભાળ્યો હતો અને ત્યાર પછી સંખ્યાબંધ ન્યાયિક અધિકારીઓએ[...]

    વધુ વાંચો
    hon-ble-mr-justice-manash-ranjan-pathak
    ગુજરાત ઉચ્ચ ન્યાયાલયના કાર્યકારી મુખ્ય ન્યાયમુર્તિ માનનીય ન્યાયમૂર્તિ શ્રીમાન માનસ રંજન પાઠક
    hdsj_0
    વહીવટી ન્યાયમૂર્તિ માનનીય ન્યાયમૂર્તિ શ્રી એચ. ડી. સુથાર, ન્યાયમૂર્તિ, ગુજરાત વડી અદાલત
    PDJ Sir
    જિલ્લા અને સત્ર ન્યાયાધીશ શ્રી એસ. એલ. ઠક્કર

    ઈ-કોર્ટ સેવાઓ

    કેસની સૂચિ

    કેસની સૂચિ

    કેસની સૂચિ

    કેવિયટ સર્ચ

    કેવિયટ સર્ચ

    કેવિયટ સર્ચ

    ઇ-કોર્ટસ્ સેવાઓ માટેનું એપ

    ભારતમાં નિચલી અને મોટાભાગની હાઈકોર્ટોમાંથી કેસની માહિતી અને કેલેન્ડર, કેવિએટ શોધ અને કોર્ટ સંકુલનુ નકશા પર સ્થાન જેવી સુવિધાઓ પ્રદાન કરે છે.

    તમારા કેસનું હાલનું સ્ટેટસ રિટર્ન એસ.એમ.એસ. થી જાણો ECOURTS અને ૯૭૬૬૮૯૯૮૯૯ પર મોકલો